Type Here to Get Search Results !

Google Calendar શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? GujaratiEducation.com

આધુનિક જીવન એટલું સ્માર્ટ બની ગયું છે કે મોટા મોટા લોકો તેમનું ટાઈમ ટેબલ આ પ્રકાર મેનેજ કરી શકે છે કે તેમની 1 પણ મિનિટ ખરાબ ન જાય. મતલબ કે તે સમય ની સાથે જ ચાલે છે. 


તમારી પાસે એક સ્માર્ટ ફોન તો હશે જ, તેનો ઉપયોગ કરી તમે પોતે જ તમારુ ટાઈમ ટેબલ બનાવી શકો છો. અહીં તમે Google Calendar શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તે જાણીએ. 


Google Calendar શું છે? 

હવે આપણે Google Calendar વિષે જાણીએ. જેમ આપણે ઘરની દિવાલ પર કેલેન્ડર ને લટકાવીએ છીએ, આપણે એ જોઇ શકીએ કે આજે કઈ તારીખ, વાર, વર્ષ, તહેવાર કે કયો દિવસ છે. આજ પ્રકારે આપણા સ્માર્ટ ફોનમાં એક કેલેન્ડર નામની એપ્લિકેશન હોય છે. 

Google calendar Gujarati
Google Calendar


Google Calendar માં ઘણા બધા નવા નવા ફીચર છે. જેનો ઉપયોગ તમે તમારા સમયને મેનેજ કરવા માટે વાપરી શકો છો. તો ચાલો જાણીએ કે Google Calendar  નો ઉપયોગ કેવી રીતે કરવો? 


Google Calendar નો ઉપયોગ કેવી રીતે કરવો?

અહીં હું તમને ગૂગલ કેલેન્ડર માં તારીખ કે દિવસ કેમ જોઈ શકાય તે નહિ બતાવું કારણ કે તમે તે જાણતા જ હશો. હું તમને અહીં Google Calendar ને સ્માર્ટ રીતે કેવી રીતે વાપરી શકાય તે બતાવીશ. તો ચાલો જાણીએ. 


Google Calendar નો સ્માર્ટ રીતે ઉપયોગ કરવા તમારે બે વાતનું અવશ્ય ધ્યાન રાખવું. પહેલું  Event અને બીજું Remainder. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ. 


Google Calendar Event શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? 

આપણે કોઈ કાર્યને નિશ્ચિત સમયમાં ફિક્સ કરીએ તો આપણે Google Calendar માં Event ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. 


તેનો ઉપયોગ કરવા માટે તમે Google Calendar ને ઓપન કરો, ત્યાર બાદ તમે Event મા જાઓ પછી તમારે Event નું નામ, લોકેશન, તારીખ અને સમય નાખી ને Event બનાવવી ત્યાર બાદ Google Calendar તમને તે Event યાદ કરાવી દેશે કે તમારે આજે આ Event છે અને ત્યાં આટલો સમય વિતાવવાનો છે.


જો તમારુ વ્યસ્ત જીવન છે અને તમારે ક્યાં ક્યાં જવાનું છે કે કોની સાથે મિટિંગ છે તે યાદ નથી રહેતું તો તમારે Google Calendar ના Event નો ઉપયોગ કરવો જોઈએ. 


હવે આપણે Google Calendar Remainder શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના વિષે જાણીએ. 



Google Calendar Remainder શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

Google Calendar Remainder એક ગૂગલ કેલેન્ડર નું ફંક્શન છે જેનો ઉપયોગ આપણે ખાસ સમય અને તારીખને યાદ રાખવા કરીએ છીએ. 


એટલું જ નહીં તમે Google Calendar નો ઉપયોગ તમારા મિત્રો અને સગાવહાલાં ના જન્મ દિવસ યાદ રાખવા પણ કરી શકો છો. 



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.