Type Here to Get Search Results !

Google Photos શું છે? તેમાં Photos ને Save કેમ કરવા? GujaratiEducation.com

પહેલાં ના સમયમાં લોકો પોતાના ડેટાને હાર્ડ ડ્રાઇવ, DVD અને પેન ડ્રાઈવ માં સ્ટોર કરી ને રાખતા હતા. આજે પણ ઘણાં લોકો જૂનાં તરીકાનો ઉપયોગ કરે છે, પરંતુ હવે ટેક્નોલોજી ઘણી વધી ગઈ છે અને આજનો સમય claud storage નો છે, claud storage નો મતલબ કે આપણાં data ને online સેવ કરી ને રાખવો.


Google પોતાના યુઝર્સ ને ઘણી બધી ફ્રી સર્વિસ ઉપલબ્ધ કરે છે જેને બીજી કંપની ચાર્જ કરે છે. અહીં તમે Google Photos શું છે અને તેમાં Photo Save કેમ કરવો, Google Photos માં તમે Photos ની સાથે સાથે videos ને પણ હંમેશા માટે સેવ કરી ને રાખી શકો છો.


Google Photos શું છે?

Google Photos, Google ની એક સર્વિસ છે જેની મદદથી તમે તમારા Photos અને videos હંમેશા માટે Googleના સર્વર ઉપર રાખી શકો છો. Google Photos ને મે, 2015માં શરૂ કરી હતી. અહીં તમે 16 મેગા પીક્ષેલ સુધી ની Photos અને 1080p રીજોલ્યુસન વાળી videos ને ફ્રી માં હંમેશા માટે સેવ કરી શકો છો.

Google Photos Gujarati

Google Photos


Google Photos App બધાં Android યુઝર્સ ના Mobile માં હોય છે જો તમે iOS યુઝર્સ છો તો તેને App Store થી ઇન્સ્ટોલ કરી શકો છો. તમારે તમારી photos ને લાઈફ ટાઈમ સેવ કરવા માટે એકવાર સેટિંગ કરવાની હોય છે. તેના પછી તમે જે પણ ફોટો તમારા Camera થી ક્લિક કરશો તે તેની જાતે જ Google Photos માં અપલોડ થઈ જશે.


Google Photos માં તમારા સિવાય બીજા કોઈ પણ તમારા data ને જોઈ નથી શક્તા એટલા માટે તમારે આ વાતની ચિંતા કરવાની જરૃર નથી.


Google Photos માં તમે અનલિમિટેડ Photos અને Videos સેવ કરી શકો છો અને તેના માટે તમારે કોઈ પણ પ્રકારના પૈસા દેવાની જરૂર નથી.


Google Photos માં Photos ને Save કેમ કરવા?

Google Photos કે પછી ગૂગલ ની બીજી કોઈ સર્વિસ નો ઉપયોગ કરવા માટે તમારે એક Google Account એટલે કે Gmail ID ની જરૂર હોય છે, જો તમે Android યુઝર્સ છો તો પહેલે થી જ તમારી Gmail ID બનેલ હશે, જો બનાવેલ નથી તો અહીં ક્લિક કરીને Gmail ID કેમ બનાવવી તે સિખી શકો છો.


Google Photos ને પહેલા સારી રીતે જાણવું જરૂરી છે, કેમ કે ઘણાં યુઝર્સ જલ્દી જલ્દી માં ઘણી જરૂરી વાતો નું ધ્યાન નથી રાખતા જેથી તે તેમના Photos અને Videos ને ખોઈ બેસે છે, નીચે તમને Google Photos ને કેવી રીતે વાપરવું તે સારી રીતે જણાવ્યું છે.


સ્ટેપ 1 - તમારા ફોન માં Google Photos ને Open કરીને આ એપ ને તમારા ફોન ના photos અને Media સ્ટોર કરવાની અનુમતી આપવી જેનાં માટે Allow બટન પર ક્લીક કરો, ત્યાર બાદ નીચે Backup લેવા માટે Turn on Backup બટન પર ક્લિક કરો.

Google Photos


સ્ટેપ 2 - Backup બટન પર ક્લિક કરીને પછી તમારા સામે એક નવું Dashboard ખુલશે ત્યાં બે મુખ્ય સેટિંગનાં ઓપશન હસે જેમાં પહેલાં તમારે કેવી quality ની photos અને Videos ને Google Photos પર અપલોડ કરવા છે, તેનાં માટે અહીં ત્રણ ઓપ્શન છે. Original Quality, High quality અને Express.

Google Photos


Original Quality – આ ઓપ્શન માં તમે જેવી photos અને videos તમારા ફોનથી ક્લિક કરો છો તેવી જ Google Photos પર અપલોડ થઈ જશે, મતલબ કે જો તમે 10MB નો photos છે તો તે 10MB નો જ અપલોડ થશે. પરંતુ ધ્યાન રાખજો કે અહીં તમને કેવલ 15GB જ ફ્રી સ્ટોરેજ મળશે. ત્યાર પછી જાજા સ્ટોરેજ માટે Google માં ખરીદવું પડશે.


High Quality – આ ઓપ્શન માં photos ને Google ની ટેક્નોલોજી 16 MP સુધી કમ્પ્રેસ કરીદે છે, જો તમારી કોઈ photos 25 MP ની હશે તો તે અહીં સ્ટોર થયા પછી ઓટોમેટીક 16 MP ની થઈ જસે.


આ ઓપ્શન માં તમે HD Videos ને સેવ કરી શકો છો. પરંતું photos ની Quality માં કોઈ જોવા જેવો ફરક નથી પડતો બસ photos ની સાઈઝ બદલી જાય છે.


Express – આ ઓપ્શનમાં 3 MP સુધી કમ્પરેસ થઈ જાય છે, આ ઓપ્શનની સાથે તમે MP4 એટલે કે 480p માં videos ને સ્ટોર કરી શકો છો.


સ્ટેપ 3 – આ સ્ટેપ માં તમે દરરોજ તમારા Mobile Data ના કેટલાં MB નો ઉપયોગ Photos કે Videos ને Google Photos પર અપલોડ કરવા માંગો છો તે સિલેક્ટ કરી શકો છો.


ઘણીવાર એવું થાય છે કે તમે ઘણાં બધાં photos ક્લીક કરો છો પરંતુ તેમાંથી થોડાક જ સારા photos હોય છે અને તેને તમારા ફોનમાંથી Delete કરીદો છો, ત્યાર સુધીમાં તે Google Photos પર અપલોડ થઈ ગયા હોય છે અને તમારા Data પણ ઘણાં પૂરા થઈ જાય છે. 


તેનાં માટે તમે દરરોજ 30 MB કે તમારી જરૂરિયાત પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. પરંતુ જો તમે WiFi નો ઉપયોગ કરી રહ્યા છો તો એવાં માં આ લાગુ નહીં પડે અને બધાં photos કે Videos નું બેકઅપ થવાનું શરૂ થઈ જશે. તમે તેને પછી પણ બદલી શકો છો.

Google photos


સ્ટેપ 4 – આટલું કરવાથી તમારા Photos અને Videos Google Photos માં Save થવાનું શરૂ થઈ જશે. તમે ઉપર જમણી બાજુના ખૂણામાં તમારા Photos પર ક્લિક કરીને જોઇ શકો છો કે કેટલી Photos બેકઅપ થવા માટે બચી છે. તેની નીચે જે Photos Google Photos માં સેવ થઈ ગયા હોય તેને Delete કરવાનું ઓપ્શન આપેલ છે, તમે Free up બટન પર ક્લિક કરીને તમારા ફોન માંથી ડિલીટ કરી શકો છો. 


Google Photos વિષેની જરૂરી વાતો

1) Google Photos માં તમારા ફોનથી લીધેલી બધી Photos જોવા મળે છે જો તે Photos કે Videos નું બેકઅપ થયું હોય કે નહીં. કોઈ પણ Photos કે Videos નું બેકઅપ થઈ ગયું છે કે બાકી છે તે ચેક કરવા માટે તેના ઉપર ક્લિક કરો અને પછી ઉપર 3 ડોટ પર ક્લિક કરો જો બેકઅપ થઈ ગયું હશે તો Delete From Device નું ઓપ્શન આવશે. 

Google Photos


2) તમે જે Gmail Account થી Log In કરી રહ્યાં છો તે તમારે હંમેશા યાદ રાખવાનું છે કારણકે જ્યારે તમારો મોબાઇલ ટૂટી જાય કે પછી ખોવાઈ જાય તો તમારે તમારા ડેટાને પાછો લેવા એજ Gmail ID થી Log In કરવાનું છે. 


3) જો Google Photos માં તમારી કોઈ Photos કે Videos નું બેકઅપ થઈ ગયું છે અને તમે તેને Delete કરીદો છો તો 60 દિવસની અંદર તેને ફરીથી Restore કરી શકો છો, તેમાં તમારે મેનું ઓપન કરીને Trash બટન પર ક્લિક કરો, પછી 60 દિવસમાં ડિલીટ થયેલી બધી Photos દેખાશે, અહીં Restore ના બટન પર ક્લિક કરીને Photos કે Videos ને પાછું લાવી શકાય છે. આ એક પ્રકારનું Archive છે. 

Google photos


4) Google Photos માં સેવ કરેલ ડેટા ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તમારી Gmail ID રહે છે. તો તેને ક્યારેય પણ Delete ન કરવી અને તમારું Username હંમેશા યાદ રાખો. 


5) Google Photos માં તમને તમારા ફોનની અંદરના ફોલ્ડર સિલેક્ટ કરવાનો ઓપ્શન મળે છે, તેમા કેમેરાથી લીધેલી Photos અને Videos નું બેકઅપ આપોઆપ થઈ જાય છે, જો તમે કોઈ બીજા ફોલ્ડરને પણ Google Photos માં સેવ કરવા માંગો છો તો એપમાં ઉપર 3 લાઈન પર ક્લિક કરીને Device Folders બટન પર ક્લિક કરો અને ફોલ્ડરના બેકઅપ માટે પસંદ કરો. 


6) Google Photos માં તમે કોઈ પણ Photos કે Videosને બીજા સાથે શેર કરી શકો છો, અહીં તમે ઘણા બધા ફોટો ની શેરીન્ગ લીંક બનાવી ને શેર કરી શકો છો.


7) Google Photos માં તમે Photos ને એડિટ પણ કરી શકો છો, Google Photos ઓનલાઇન ફોટો સ્ટોર કરવા માટે સૌથી સસ્તું અને સિક્યોર પ્લેટફોર્મ છે.


8) તમે Google Photos નું એક્સેસ તમારા પાર્ટનર ને પણ દઈ શકો છો અને જો તમે તેમાં કોઈ સ્પેશિયલ ફોલ્ડર કે ટાઈમ પણ સેટ કરી શકો છો જેનાથી સામેની વ્યક્તિ કેવલ એટલું જ એક્સેસ કરી શકે. 



Google Photos માંથી Gallery માં ફોટાને કેમ લાવવો? 

જો તમે ભવિષ્યમાં Google Photos થી તમારા Photo Mobile માં સેવ કરવા માંગો છો તો પહેલા તે Photos ને ઓપન કરો અને તેના પછી ઉપર જમણી બાજુમાં 3 ડોટ પર ક્લિક કરો, હવેં તમારી સામે તે Photos ને ફોનમાં સેવ કરવાનું ઓપ્શન આવશે. ગૂગલ ફોટોઝમાં તમે એક સાથે જાજા ફોટોને સેવ નથી કરી શકતા. 

Google photos


Google Photos મા Backup થયેલા Photos કેવી રીતે શોધવા? 

ગૂગલ ફોટોઝમાં કેટલી Photos કે Videos બેકઅપ થઈ ગઈ છે તે જોવા માટે તમે App ને ઓપન કરતાં જ તમારી Google Profile Picture પર ક્લિક કરો હવે તમારી સામે કેટલી Photos અને Videos બેકઅપ માટે બચી છે તે બતાવશે.


બીજી રીતે તમે તે Photos કે Videos ને ઓપન કરી ઉપર 3 ડોટ પર ક્લિક કરો ત્યાર બાદ જો બેકઅપ થઈ ગયું હશે તો Delete From Device કે સેવ નો ઓપ્શન આવશે. 



Google Photos મા Delete થયેલી Photos ને પાછી કેમ લાવવી?

જો Google Photos માં Photos કે Videos ને બેકઅપ થઈ ગયું છે અને તમે તેને Delete કરીદો છો તો 60 દિવસની અંદર તેને પાછું Restore કરી શકો છો, તેના માટે તમારે મેનું ઓપન કરી Trash બટન પર ક્લિક કરો ત્યારબાદ 60 દિવસની અંદર ડિલીટ થયેલા બધા ફોટોઝ જોવા મળશે. ત્યાં Restore બટન પર ક્લિક કરીને Photos કે Videos ને પાછા લાવી શકાય છે.


શું Google Photos ફ્રી છે?

ગૂગલ ફોટોઝને બધા Gmail યૂઝર્સ વાપરી શકે છે અને તે એકદમ ફ્રી છે. અહીં અનલિમિટેડ ફોટો અને વિડિઓ ને Online સેવ કરી શકાય છે. 


PC મા Google Photos નો ઉપયોગ કેમ કરવો?

કમ્પ્યુટર મા પણ તમે Google Photos નો ઉપયોગ કરી શકો છો તેના માટે તમારે તમારા બ્રાઉઝર માં Google Photos Open કરો. તમે અહીં ક્લિક કરીને ઓપન કરી શકો છો. - Google Photos


કમ્પ્યુટર મા તમે Upload પર ક્લિક કરીને Photos કે Videos ને સ્ટોર કરી શકો છો. તે સિવાય તમે Drag & Drop કરીને પણ અપલોડ કરી શકો છો.


હું આશા કરું છું કે આ Google Photos વિષેની માહિતી ગમી હશે. 





Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.