Type Here to Get Search Results !

Google Chat શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

Lockdown હોવાથી લગભગ બધું ઓનલાઇન થઈ ગયું છે, બાળકો નું ભણવાનું, ઓફિસનું કામ, કોલ સેન્ટર વાળાનું કામ બધું ઓનલાઇન થયું છે તેથી બધા ને એક સાથે ગ્રુપ મા જોડવા માટે ગૂગલે તેની એક એપ્સ Google Chat ને માર્કેટ માં લોન્ચ કરી છે. તો ચાલો આપણે Google Chat શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? કે કેવી રીતે ઈન્સ્ટોલ કરવી? તેના વિષે જાણીએ. 


ગૂગલે Hangouts Chat ને હવે Google Chat નું નામ આપ્યું છે અને અત્યારે તે ગૂગલ પર બંને નામથી જોવા મળશે. 


Google Chat શું છે?

Google Chat ગૂગલ દ્વારા ડેવલોપ કરેલ RCS પર આધારિત એક કમ્યુનિકેશન સોફ્ટવેર છે. તેની મદદથી તમે એક કે તેથી વધુ લોકો ને મેસેજ મોકલી શકો છો અને ચેટ રુમ બનાવીને બીજા લોકો સાથે વાત કરી શકો છો. Google Chat એપ્સમાં ચેટબોટ હોવાથી ઓટો રિપ્લાય કરવો સરળ થઈ જશે. 

Google Chat Gujarati
Google Chat


તે તમારા Gmail Account થી જોડાયેલું હોવાથી તમે તમારા Google Drive માં સેવ કરેલા કન્ટેન્ટ (Google Sheets, Slide, Documents વગેરે.) ને શેર કરી શકો છો. 


ગૂગલે ફાઈનલી આ Google Chat App ને Android, iOS અને કમ્પ્યુટર બ્રાઉઝર યૂઝર્સ માટે લોન્ચ કરી નાખ્યું છે. આ એપ Slack અને Microsoft Teams જેવી જ છે. આ એપ Hangouts અને Google Meet નું રીપ્લેસમેન્ટ છે. આ એપ Facebook, Telegram, Signal App જેવી જ છે. 


Google Chat નો ઉપયોગ કેવી રીતે કરવો? 

Google Chat નો ઉપયોગ તમે બે રીતે કરી શકો છો. પહેલી ડાયરેક્ટ મેસેજ અને બીજી ચેટ રુમ


Direct Message : જો તમે કોઈ એક વ્યક્તિ કે નાના ગ્રુપ સાથે વાત કરવા માટે, જો તમે કોઈ વ્યક્તિ કે નાના ગ્રુપ સાથે વાત કરવા ડાયરેક્ટ મેસેજ નો ઉપયોગ કરો. 


Chat Room : જો તમારે આખી ટીમ સાથે યાની કે કોઈ લોકો સાથે વાત કરવી છે તો તમે Chat Room નો ઉપયોગ કરી શકો છો. અહીં કોઈ પણ સમયે થયેલી વાતચિતને તમારા કન્વર્ઝેશન હિસ્ટ્રી મા જઈને જોઈ શકો છો, તમે એક Chat Room માં 8,000 યૂઝર્સ ને એક સાથે જોડી શકો છો અને તે 28 ભાષાઓને સપોર્ટ કરે છે. 


Google Chat ને ઈન્સ્ટોલ કેવી રીતે કરવી? 

તમે Google Chat ને Android માં Google Play Store અને iOS માં App Store માંથી ડાયરેક્ટ ઈન્સ્ટોલ કરી શકો છો, અથવા Gmail માં કન્ફિગર કરી શકો છો તેના માટે તમારે એપ ઈન્સ્ટોલ કરવાની જરુરત નથી. 


જો તમે Gmail માં કન્ફિગર કરો છો તો તમારા માટે સારું છે કારણ કે તેનું અલગ ઈન્સ્ટોલેશન નહિં કરવું પડે અને તમને Gmail એક જ પ્લેટફોર્મ પર Google Chat મળી જશે અને તમારા ફોન ની મેમરી પણ બચી જશે. 


Google Chat ને મોબાઇલ માં ઈન્સ્ટોલ કેવી રીતે કરવી? 

તમે Google Chat ને Android માં Google Play Store અને iOS માં App Store માંથી ડાયરેક્ટ ઈન્સ્ટોલ કરી શકો છો, અથવા Gmail માં કન્ફિગર કરી શકો છો તેના માટે તમારે એપ ઈન્સ્ટોલ કરવાની જરુરત નથી. 


તો ચાલો તમને Gmail App માં કન્ફિગર કરતા નીચે સ્ટેપ બાય સ્ટેપ શીખવું. 


Gmail માં Google Chat ને કન્ફિગર કેવી રીતે કરવું? - How to configure Google chat in Gmail? 

સ્ટેપ 1 : તમારા Laptop કે Computer પર તમારું Gmail login કરો. 


સ્ટેપ 2 : ઉપર જમણી બાજુએ સેટિંગ્સ જોવા મળશે, તમે સેટિંગ્સ પર ક્લિક કરો અને ત્યાર પછી See All Setting પર ક્લિક કરો. 


સ્ટેપ 3 : પછી તમને ઉપર જમણી બાજુએ chat and meet  પર ક્લિક કરી Google Chat ઓપ્શનને ON કરો. 


સ્ટેપ 4 : તમે Google Chat ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી Google Chat ચાલુ થઈ જશે અને તમારા Gmail ની ડાબી બાજુએ જોવા મળશે. 

Google Chat Gmail Configure



Google chat ને બ્રાઉઝર માં કેવી રીતે ઉપયોગ કરવો?

Google chat ને બ્રાઉઝર માં https://chat.google.com/download/ આ લીંક થી ઈન્સ્ટોલ કરી શકો છો. 








Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.