Type Here to Get Search Results !

Google Images શું છે અને તે કામ કઈ રીતે કરે છે? GujaratiEducation.com

Google આજે એક Search Engine નથી. Google એ અગાઉના વર્ષોમાં ઘણા બધા Tools બનાવ્યા છે અને એમાથી એક Google Images છે. આજે આપણે Google Images વિષે વિસ્તારથી વાત કરીએ. 


Google Images શું છે?

Google Images Gujarati
Google Images


Google Images એક web-based product છે જેને Google એ બનાવ્યું છે અને તેમાં આપણે Images ને Online Search કરી શકીએ છીએ. જેમ આપણે Google માં કોઈ Query ને Search કરીએ છીએ તેમ જ Google Images માં કોઈ Images ને Search કરી શકીએ છીએ. Google Search Engine માં કોઈ Query ને Search કરતાં આપણને Results માં ઘણા બધા Web Pages જોવા મળે છે તેમ Google Images માં આપણને Images જોવા મળે છે. 

 

Google Images ને Access કેમ કરવું?

Google Images ને Access કરવાનાં ત્રણ સરળ રીતે છે. 


1. Google.com માં જઈને જમણી બાજુએ દેખાતા Images ને Select કરો. 

2. Images.google.com, માં જાઓ કારણ કે આ Google Images માં જવાનો એક સરળ રસ્તો છે. 

3. Google Search માં જે Image ને Search કરવા માંગો છો તેનું નામ Input કરો અને Result Page માંથી Images ને Select કરો.


Google Image Basic Searching

Google Search ની જેમ જ તમે Google Images માં તમારા મનપસંદ Images ને Search કરી શકો છો. તમે Search કરેલ મુજબ ઘણા બધા Images તમને મળી જશે. 


આ Pages માં તમારે નીચે પ્રમાણે ના Steps ને Follow કરવા પડશે.


1. કોઈ પણ Images નાં Thumbnail ને Select કરો  તમને તે Images નું મોટા Images જોવા મળશે અને તે Images ની સાઈડમાં તમને તે Images વિષે જાણકારી મળી જશે. 

2. અહીં તમે Visit ને Select કરો પછી તમે તે source web page પર પહોંચી જશો. જ્યાં તમને Full Image જોવા મળશે. 

3. જેમ બતાવ્યું તેમ Visit ને Select કરી તમે તે Page ઉપર પહોંચી જશો જ્યાં Full Image દેખાશે. હવે તમે PC માં Right Click કરીને અને Mobile માં Image ઉપર Long Press  કરી તે Images નો ઉપયોગ કરી શકો છો. 

4. નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કોઈ એક Select કરો.

(1) Open image in new tab : આનાથી આપેલા Image ની સાથે એક નવું Page ખૂલી જશે અને તેના URL નો ઉપયોગ કરી તમે તે Image ના Source મા જઈ શકો છો.

(2) Save image as : આને Select કરવાથી તમારા operating system નું file download dialog box ખુલી જશે. ત્યાં તમે Image ને ક્યાં Download કરવો છે અને તેનું નામ શું રાખવું છે તે પસંદ કરી શકો છો.

(3) Copy image address : આ Select કરવાથી તે Image નું URL તમારા Operating System ના Clipboard માં Copy થઈ જશે અને તેના પછી તમે તેને બીજી જગ્યાએ Paste કરી શકો છો.

(4) Copy image : આ Select કરવાથી તે Image તમારા Operating System ના Clipboard માં Media Format માં Copy થઈ જશે. હવે તમે તે Image ને બીજી જગ્યાએ Paste કરી શકો છો. જેમ કે word processing document


Google Images Filtering and Advanced Tools

Google Search Result Page માં Search Bar ની અંદર તમને એક drop-down box મળશે, જેનું નામ “Tools” છે. જેમાં તમને અલગ અલગ પ્રકારના Filtering નાં વિકલ્પ મળે છે.


1. Size

Size ને Select કરી ને તમે Google Image માંથી કેટલી મોટી Size નો Image જોવા માંગો છો તે પસંદ કરી શકો છો. જો તમારે ઓછી Size નો Image જોઈએ છે તો તમે Icon કે Medium ને Select કરો અને જો તમારે High-Resolution Photos જોઈએ છે તો Large ને Select કરો.


જ્યારે તમે કોઈ Project પર કામ કરતા હોય અને ત્યાં મોટી Size ના Picture ની જરુરત છે અથવા જો તમે તમારા Computer Screen માટે Wallpaper માટે કે તમારે તમારા Social Media Page માટે Cover Photoની જરુરિયાત છે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.



2. Color

જ્યારે તમે Advanced Google Images filtering options માં Color Option નો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે તમે જે પણ Color નો ઉપયોગ કરશો તો એ જ Color નો Photos તમને દેખાશે. તમે Black and White ને Select કરી શકો છો અથવા તમે Option માંથી કોઈ પણ Color ને Select કરી શકો છો.

જ્યારે તમારે તમારા Images માં કોઈ પણ Background ન જોઈએ તો તમે Transparent Google Images filter નો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે કોઈ Image Editing Program માં ઘણા Photos ને એક સાથે જોડતા હોય એવી પરિસ્થિતિમાં ખૂબજ સારું છે. 



3. Usage Rights

Google’s advanced image search tools નો ઉપયોગ કરીને Free Images વિષે જાણી શકશો. અહીંયા તમને 5 Option મળશે જેમાંથી તમે કોઈ પણ Usage Option પસંદ કરી શકો છો.


(ક) Not filtered by license : આનો ઉપયોગ તમે પરવાનગી વિના નહીં કરી શકો.

(ખ) Labeled for Reuse with Modification : Image ને Modify કરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો.

(ગ) Labeled for Reuse : તમે આ Image નો ઉપયોગ સરળતાથી કરી શકો છો.

(ઘ) Labeled for Non-Commercial Reuse with Modification : તમે આ Images ને Modify કરીને તેનો ઉપયોગ માત્ર Non-Commercial કામો માટે કરી શકો છો.

(ચ) Labeled for Non-Commercial Reuse : આ Images નો ઉપયોગ તમે Non-Commercial કામો માટે કરી શકો છો.


4. Type

Google Images ના આ Filter ખૂબ મદદગાર છે. લાખો Results જોવા કરતાં તમે તેનાં એક Option ને Select કરી શકે છે અને અલગ અલગ પ્રકારના Images ને જોઈ શકો છો. જેમાં તમને ચાર Option મળશે - Any Type, Clip Art, Line drawing અને GIF. Google Images મા GIFs જોવા માટે તમે GIF ને Select કરી શકો છો. 


5. Time

Time advanced image search option ને Select કરીને તમે એ પસંદ કરી શકો છો કે તમારે કેટલા દિવસ પહેલાના Images જોવા છે. જેમાં તમને ચાર Option મળશે - Past 24 Hours, Past Week, Past Month અને Past Year. 




Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.